Friday, February 26, 2016

રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસ ઉજવણી -2016

             ડૉ. સી.વી.રામનની રામન સ્પેક્ટ્રમ ઈફેક્ટને એનાયત થયેલ નોબલ પારિતોષિકની યાદમાં ઉજવાતા રાષ્ટ્રિય વિજ્ઞાન દિવસની ઉજવણી શ્રી ખારવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહ પૂર્વક કરી.
               જે અંતર્ગત શાળા કક્ષાએ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોના માર્ગદર્શન હેઠળ  તૈયાર કરેલા વૈજ્ઞાનિક નમુનાઓ રજુ કરવામાં આવ્યા. આ સાથે  વિજ્ઞાન ક્વીઝ, આપણા  વૈજ્ઞાનિકો વિષે વિદ્યાર્થીઓ દ્વારા વક્તવ્યો રજુ કરવામાં આવ્યા. સાથે સાથે વાલી સંમેલનનું આયોજન પણ કરવામાં આવ્યું. 
                આ ઉપરાંત શ્રી સહજાનંદ સ્વામી લોક વિજ્ઞાન કેન્દ્ર, પોરબંદરમાંથી પધારેલ શ્રી વાઘેલા સાહેબ તથા ભટ્ટ સાહેબ દ્વારા ચમત્કાર નહિ પણ શાક્ષાત્કાર કાર્યક્રમમાં  શાળાના બાળકો તથા ગામના વાલીઓને અંધશ્રદ્ધાથી દુર રહી કહેવાતા ચમત્કારો પાછળ છુપાયેલ વિજ્ઞાનના સિદ્ધાંતોને ઉજાગર કર્યા.
                આ સમગ્ર કાર્યક્રમમાં એસ.એમ.સી.ના સભ્યો, ગામના આગેવાનો, વિદ્યાર્થીના વાલીઓ, લોકવિજ્ઞાન કેન્દ્રમાંથી પધારેલ વાઘેલા સાહેબ તથા ભટ્ટ સાહેબ, વગેરેએ પ્રદર્શન તથા કાર્યક્રમ નિહાળી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવ્યા.















No comments:

Post a Comment