આજ રોજ શ્રી ખારવા પ્રાથમિક શાળા, સુભાષનગર,
પોરબંદરમાં ધોરણ-૧ ના બાળકોનો શાળા પ્રવેશોત્સવ તથા કન્યા
કેળવણી મહોત્સવ-૨૦૧૫ પોરબંદર નગરપાલીકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી હુદડ સાહેબ, નગરપાલિકાના
સભ્ય શ્રી નાથીબેન વઢિયા, સી.આર.સી.કો.ઓં. શ્રી નીરૂબેન ગોઢાણીયા તથા
સી.આર.સી.કો.ઓ. શ્રી દીપેનભાઈ કનૈયાલાલ તેમજ શાળા એસ.એમ.સી.ના સભ્યો, ગામના આગેવાનો તથા
વાલીઓની હાજરીમાં ઉજવવામાં આવ્યો.
આ પ્રસંગે વક્તવ્ય આપતા નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી હુદડ સાહેબે ૧૦૦% નામાંકન,
કન્યા કેળવણી, શાળા-ગામ તથા વ્યક્તિગત સ્વચ્છતા, શાળામાં નિયમિતતા, વ્યસન મુક્તિ,
વાલીઓની જાગૃતિ, વગેરે વિશે વિગતે વાત કરી, તથા સમગ્ર કાર્યક્રમ માટે અભિનંદન
પાઠવ્યા.

આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય, શિક્ષકોના માર્ગદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.
આજ રોજ ધોરણ-૧ માં પ્રવેશ પાત્ર
કુમાર-૨૮ અને કન્યા-૩૩ કુલ-૬૧ બાળકોને મહેમાનોના હસ્તે કીટ વિતરણ કરાવી શાળામાં
પ્રવેશ આપવામાં આવ્યો તથા ગુજરાત સરકારના ૧૦૦% નામાંકનને સિદ્ધ કરવામાં આવ્યું. આ
સાથે સાથે ધોરણ ૩ થી ૮ માં શાળામાં શ્રેષ્ઠ ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ
વિતરણ, શાળામાં તથા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં દાન આપનાર દાતાઓનું સન્માન, પ્રાંત
અધિકારીશ્રી ગણાત્રા સાહેબ દ્વારા ભેટ મળેલ પુસ્તકને તરતું મુકવામાં આવ્યું.



આ સમગ્ર કાર્યક્રમ આચાર્ય, શિક્ષકોના માર્ગદર્શનમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત કરવામાં આવ્યો. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.
No comments:
Post a Comment