Saturday, February 28, 2015

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી-2015

આજ રોજ શ્રી ખારવા પ્રાથમિક શાળા, સુભાષનગર, પોરબંદરમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી પ્રસંગે શ્રી સી. વી. રામન કે જેમણે વિજ્ઞાન ક્ષેત્રે રામન ઈફેક્ટની શોધ કરી અને નોબલ પારિતોષિક મેળવ્યો, તેમને શ્રદ્ધાંજલિ અપર્ણ કરતા વિદ્યાર્થીઓએ તેમના શોધ સંશોધનની વાત કરી.




ઉજવણી અંતર્ગત શ્રી ખારવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ પ્રયોગ નિદર્શન અને વક્તૃત્વ સ્પર્ધાઓમાં તૈયારી સાથે ભાગ લઇ સુંદર રજૂઆત કરી. વક્તૃત્વ સ્પર્ધામાં “ વિજ્ઞાનના લાભાલાભ “, બ્લેસિંગ ઓફ સાઇન્સ”, ભારતીય વૈજ્ઞાનિકોના જીવન કવન , “પર્યાવરણની જાળવણી “, તથા “સાઇન્સ ફોર નેશન બિલ્ડીંગ “.જેવા વિષયોમાં સુંદર પ્રયત્ન કર્યો.








પ્રયોગ નિદર્શનમાં વિદ્યાર્થીઓએ ટુકડીઓમાં ભાગ લઇ અઘરા લગતા પ્રયોગોને વૈજ્ઞાનિક સાધનોની મદદથી અસરકારક રીતે રજુ કર્યા. આ સ્પર્ધોમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરાવામ આવ્યા.

            પે.સે. શ્રી શારદામંદિર પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક શ્રી પ્રીયેશભાઈ લખલાણી એ વિદ્યાર્થીઓને સર્વ વ્યાપ્ત વિજ્ઞાનનું મહત્વ સમજાવી વૈજ્ઞાનિક સંશોધન માટે પ્રોત્સાહન આપ્યું. 


આ પ્રસંગે શાળાના સર્વે શિક્ષક મિત્રો, આચાર્ય, વિદ્યાર્થીઓ, એસ.એમ.સી.ના અધ્યક્ષ તથા સભ્યોએ સક્રિય ભાગ લઇ કાર્યક્રમને સફળ બનાવ્યો. એસ.એમ.સી.ના સભ્યો તથા વાલીઓએ આ પ્રસંગે શાળામાં થતી સર્જનાત્મક પ્રવૃતિઓ વિષે સંતોષ વ્યક્ત કર્યો.

No comments:

Post a Comment