આઝાદ ભારત દેશના ૬૯માં સ્વાતંત્ર્ય પર્વની સૌ દેશવાસીઓને શ્રી ખારવા પ્રાથમિક શાળા વતી ખુબ ખુબ શુભેચ્છાઓ. આજની આ સોનેરી સવાર ગુલામી પહેલાના સમૃધ્ધ ભારત અને આઝાદી પછીના વિકાસશીલ ભારતનું સ્મરણ કરાવે છે તો સાથે સાથે વર્ષોની ગુલામીના અંધકાર અને અત્યાચારોની યાદ અપાવે છે. આ મહામુલી આઝાદીના ઘડવૈયાઓના બલિદાન વ્યર્થ ના જ જવા જોઈએ. આવી જ ભાવના સાથે શ્રી ખારવા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ આઝાદીના આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી.
![]() |
શાળા કક્ષાએ ધ્વજ વંદન, રાષ્ટ્રગીત
ગાન અને નારાઓના ઉચ્ચારણના બુલંદ સ્વરે વાતાવરણને દેશભક્તીમય બનાવી દીધું. શાળાના
બાળકોના દેશદાઝ યુક્ત વક્તવ્યોએ હાજર સૌ કોઈના દિલ જીતી લીધા. સાથે સાથે સામાજિક
દુષણો, વ્યસનો, અંધશ્રદ્ધાને સમાજમાંથી હાંકી કાઢવા તથા આઝાદીને ખરા અર્થમાં માણવા નાટકના માધ્યમથી સૌને પ્રેરણા આપી.
આ કાર્યક્રમની સાથે સાથે શાળા કક્ષાએ તથા સી.આર.સી., બી.આર.સી., જીલ્લા કક્ષાની સ્પર્ધાઓમાં ભાગ લીધેલ તેજસ્વીવિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ વિતરણ કરવામાં આવ્યા. શાળાના આચાર્યે તથા શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ આપી તથા વિદ્યાર્થીઓના વાલીઓને તેમના બાળકોના વિકાસમાં સક્રિય ભાગ લેવા વિનંતી કરી.
આ પ્રસંગે સુભાષનગર વિસ્તારના કાઉન્સીલર
શ્રી નાથીબેન વાઢીયા, વાણોટ શ્રી હરીશભાઈ તુમ્બડીયા, એસ.એમ.સી.ના અધ્યક્ષ શ્રી
રામભાઈ સલેટ તથા સભ્યો, આગેવાનો અને વાલીઓએ બહોળી સંખ્યામાં હાજર રહી વિદ્યાર્થીઓનો
ઉત્સાહ વધાર્યો.
જય હિન્દ, જય ભારત