Tuesday, December 23, 2014

શૈક્ષણિક પ્રવાસ-૨૦૧૪

                 શ્રી ખારવા પ્રાથમિક શાળામાંથી ધોરણ ૬ થી ૮ અને ધોરણ ૩ થી ૫ના વિદ્યાર્થીઓ માટે બે અલગ અલગ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓએ ગરવા ગિરનારની ગોદમાં આવેલ ઐતિહાસિક શહેર જૂનાગઢની મુલાકાત લીધી, જયારે ધોરણ ૩ થી ૫ ના બાળકોએ પોરબંદરમાં ભારત મંદિર, સાંદીપની તથા ખંભાળિયાની બાજુમાં આવેલ આરાધના ધામની મુલાકાત લીધી હતી.